HomeGujaratપ્રાથમિક સ્કૂલોમાં 10 ઓક્ટોબરથી પરીક્ષા

પ્રાથમિક સ્કૂલોમાં 10 ઓક્ટોબરથી પરીક્ષા

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 10 ઓક્ટોબરથી પરીક્ષા યોજાશે. આ જાહેરાત GCERT દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાને લઈને તમામ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.GCERTએ જણાવ્યું છે કે આ પરીક્ષા 10થી 18 ઓક્ટોબર સુધી લેવામાં આવશે. આ સાથે જ ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર કાઢી શકશે. ખાનગી સ્કૂલો ઇચ્છે તો DEO કચેરીથી પણ પ્રશ્નપત્ર મેળવી શકશે.ઉલ્લેખનીય છે કે રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 3-8ના વિધ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા 10 ઓક્ટોબરથી શરૂ થશે.

પ્રાથમિક પ્રથમ સત્રાંત પરીક્ષાની સાથે નિયામક કચેરી દ્વારા કેટલાક સૂચનો પણ કરાયા છે. જેના આધારે પરીક્ષાના મુખ્ય વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાશે. આ સાથે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ પરીક્ષા લેવાની રહેશે. નિયામક કચેરીએ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 10-18 ઓક્ટોબર દરમિયાન પરીક્ષા લેવાશે. ધોરણ 3થી 5ની પરીક્ષા સવારે 11થી 1 દરમિયાન ગણિતની પરીક્ષા અને ધોરણ 6-8ની પરીક્ષા 2-5ના સમયમાં ગણિતની પરીક્ષા લેવાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW