HomeGujaratવાકાનેર: જીનપરા પાસે થયેલા બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ઈજાગ્રસ્ત ક્લીનરનું મોત,ટ્રક ચાલક...

વાકાનેર: જીનપરા પાસે થયેલા બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ઈજાગ્રસ્ત ક્લીનરનું મોત,ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે ગત તા 29 ઓગસ્ટના સાંજે 6 વાગ્યાની આસપાસ જીજે 12એ યુ 7967 નંબરના ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી આગળ ઉભેલા જીજે 36 ટી 8930 નંબરના ટ્રેલરને પાછળથી ઠોકર મારી હતી ઘટનામાં7967 નંબરના ટ્રકનો બોનેટનો ભાગ દબાઈ જતા ટ્રકમાં સવાર ડ્રાઈવર પ્રહલાદ સોનાજી પરમાર અને ક્લીનર રોહિતભાઈને ઈજા પહોચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં ટ્રકના ક્લીનર રોહિતભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું, બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક પ્રહલાદ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ પી. આઈ.એન.એ.વસાવા કરી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW