HomeGujaratભાવનગર: સરકારી અનાજના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા, ચાવીથી તાડુ ખોલી રૂ.9 લાખનું તેલ...

ભાવનગર: સરકારી અનાજના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા, ચાવીથી તાડુ ખોલી રૂ.9 લાખનું તેલ અને તુવેરની ચોરી

ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારને રાજ્ય સરકાર દ્વારા દર મહીને સસ્તા દરે અનાજ વિતરણ કરવામાં આવતું હોય છેઅને તેના માટે દરેક જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ આ જથ્થો સાચવવા ગોડાઉન રાખવામાં આવે છે જોકે આ ગોડાઉનમાંથી અનેકવાર જથ્થો ગાયબ થવાણી કે હોરી થવાની ઘટના બનતી હોય છે ત્યારે ભાવનગરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. ભાવનગરમાં આવેલ સસ્તા અનાજની દુકાન માટે રાખવામાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ગોડાઉનમાંથીમોટા પાયે તુવેરદાળ અને તેલના પાઉચ ચોરી ગયાની ઘટના સામે આવી છે. કુંભારવાડામાં આવેલા સીટી ગોડાઉનને ડુપ્લીકેટ ચાવીથી ખોલીને રૂપિયા 6 લાખ 9 હજારનો મુદ્દામાલ ચોરીને તસ્કરો ફરાર થયા છે. તસ્કરોએ તુવેરદાળના 288 કટ્ટા અને સીંગતેલના 254 પાઉચની ચોરી કરી હતી. તો બે દિવસ પહેલા પાલીતાણાના સરકારી ગોડાઉનમાંથી તેલના ડબ્બા અને તુવેરદાળ મળીને 9 લાખ રૂપિયાનું સરકારી અનાજ ચોરાયું હતું.

સમગ્મર ઘટનામાં ચોકાવનારી વાત એ સામે આવી છે કે ભાવનગર જિલ્લાના એકપણ ગોડાઉનમાં CCTV કે સિક્યુરિટી ગાર્ડ નથી.સરકારી અનાજની ચોરી કરવા તસ્કરોને મોકળું મેદાન આપવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે હાલ આ ઘટનામાં ગોડાઉન મેનેજરે ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW