HomeNationalઝાલાવાડના વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર, પ્રાણીઓ નિરાધાર

ઝાલાવાડના વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર, પ્રાણીઓ નિરાધાર

ઝાલાવાડમાં વનવિભાગના ઘુડખર અભયારણ્ય, નોર્મલ અને વિસ્તરણ એટલે કે, સામાજિક વનીકરણની ઑફિસમાં 3 ડીસીએફ, 3 એસીએફ, 5 રેન્જ ફોરેસ્ટ ઑફિસર, 30 જેટલા બીટગાર્ડ અને ફોરેસ્ટરો અને 110 જેટલા શ્રમિકો (રોજમદારો) કામ કરે છે. અને આખા ગુજરાતમાં વનવિભાગના 4700 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

વનવિભાગમાં ફરજ બજાવતા શ્રમિકોને રૂ. 1900 ગ્રેડ-પે આપવામાં આવે છે. જ્યારે ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 1800 ગ્રેડ-પે મળે છે. જેથી ગાર્ડ અને ફોરેસ્ટરો કરતા શ્રમિકોને વધુ ગ્રેડ-પે મળે છે. આ મુદે અનેકો વખત રજૂઆત કરાઈ છે કે વનવિભાગના કર્મચારીઓને ગ્રેડ મળે છે પણ પે મળતો નથી.

હાલમાં વનવિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે, અને ઘૂડખર સહિતના રક્ષિત પ્રાણીઓ ભગવાન ભરોસે છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ વિવિધ વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે. અને સરકાર ચૂંટણી પહેલા વિવિધ કર્મચારીઓની માંગનો સ્વિકાર કરી હડતાળ સમેટવામાં પડી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW