HomeGujaratબેવ પાર્ટી ગુજરાત વિરોધી છે. પ્રજા જાકારો આપે: પાટીલ

બેવ પાર્ટી ગુજરાત વિરોધી છે. પ્રજા જાકારો આપે: પાટીલ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તે બંને ગુજરાત વિરોધી પાર્ટી છે તેને જાકારો આપો. તેના માટે ભાજપના કાર્યકર્તાઓએ લોકોનો સંપર્ક કરીને લોકો સુધી જાણકારી પહોંચાડી ભાજપના ઉમેદવારને પચાસ હજારથી વધુ મતની લીડ અપાવી જીતાડવા માટે કામે લાગી જવા તેઓએ આહ્વવાન કર્યુ હતુ.

વિરોધીઓ છે: વડોદરા જિલ્લાના કપૂરાઇ પાસે હાઇવે પર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ‘શ્રી કમલમ્ ’નું ખાત મુર્હૂત પ્રસંગે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ ભારત જોડો યાત્રા શરૂ કરી છે, ત્યારે ખરેખર તેઓ ગુજરાત વિરોધી છે અગાઉ કેન્દ્રમાં સત્તા સ્થાને હતા ત્યારે તેમણે ગુજરાતની પ્રજાને અન્યાય કરતા રહ્યા છે. હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે તેઓ પણ મેઘા પાટકર સાથે સંકળાયેલા હતા. નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવાનો સખત વિરોધ કરતા રહ્યા હતા. આ તો અર્બન નક્સલાઇટો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW