HomeGujaratચરાડવામાં હિટ એન્ડ રનની ઘટના : ચાર વર્ષની બાળકીને કારે અડફેટે લીધી

ચરાડવામાં હિટ એન્ડ રનની ઘટના : ચાર વર્ષની બાળકીને કારે અડફેટે લીધી

હળવદ પંથકમાં દિન-પ્રતિદિન બેફામ વાહનોના કારણે અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજીના મંદિર સામે પસાર થઇ રહેલ ચાર વર્ષની બાળકીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત થઇ હતી. જેને ચરાડવા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બનાવની કાર ચાલક સામે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે ગત તારીખ 14ના રોજ પારણમાંથી વળતી સમયે સાંજે 6 વાગ્યાના અરસામાં મારા સાસુ ચાર વર્ષની દીકરી ધ્યાની સાથે હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વેળાએ પૂરપાટ ઝડપે આવતી કાર નંબર જીજે-36-આર-9218ના ચાલકે અડફેટમાં લીધી હતી. જેના પગલે તેને પગમાં ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર ચરાડવા આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બનાવની હળવદ પોલીસ મથકે માતા હેતલ અશ્વિન સોનાગ્રાએ ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW