હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રહેતી અને મજુરી કામ કરતી મૂળ દાહોદ જિલ્લાના વતની જાનકીબેન ઉર્ફે ધનીબેન નામની ૩૫ વર્ષની મહિલાની માથા અને હાથના ભાગે ઢોરમાર મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો દ્વારા હળવદ પોલીસને જાણ કરી હતી જે બાદ હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પેનલ પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હળવદ પોલીસે હત્યાનો ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મહિલાને તેના જ પતિ દ્વારા ઢોર માર્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે જોકે સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે.

