રાજકોટ શહેરના મોરબી રોડ પર વિદ્યાના મંદિરને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના મોરબી રોડ પર આવેલી એક ખાનગી કોલેજના ક્લાસરૂમમાં ચાલુ ક્લાસે એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી આલિંગન કરવા લાગ્યા હતા, અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ક્લાસરૂમમાં આ નિંદનીય કરતૂતો કરવામાં આવતા, આ સમગ્ર ઘટનાનો કોલેજમાં હાજર એક વિદ્યાર્થીએ વીડિયો ઉતારી લઇને ફરતો કરતાં ચકચાર મચી જવા પામી છે. જેના કારણે હવે કોલેજ સામે સવાલ ઉઠ્યા છે.
વીડિયો વાયરલ: મોરબી રોડની એક ખાનગી કોલેજના કેમ્પસનો એક વીડિયો શનિવારના રોજ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, આ વીડિયોમાં કોલેજના એક ક્લાસરૂમમાં એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી આલિંગન કરતા જોવા મળ્યા, વીડિયો પરથી એ ફલિત થતું હતું કે, યુવક રિસાયો હતો અને તેની સાથે વીડિયોમાં જોવા મળી રહેલી વિદ્યાર્થીની તેને મનાવવા માટે મથી રહી હતી, તે આલિંગન કરી રહી હતી અને તે સમયે તે ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની હાજરી પણ હતી. જો કે, ક્લાસરૂમની બહારથી કોઇ વિદ્યાર્થી બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

