HomeNationalમોદીના જન્મદિવસને ભાજપ સેવા પખવાડિયાના રૂપમાં મનાવશે.

મોદીના જન્મદિવસને ભાજપ સેવા પખવાડિયાના રૂપમાં મનાવશે.

ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ભાજપ સેવા પખવાડિયાના રૂપમાં મનાવશે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. દેશભરના ભાજપ એકમોને પત્ર લખાયો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વ અને કાર્યોનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે પ્રદેશ અને જિલ્લા કક્ષાના પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે. પખવાડિયા દરમિયાન મોદી@20 સપના થયા સાકાર પુસ્તકનો પ્રચાર કરવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના ઘરે ગણેશ પૂજા કરી હતી.સાથે જ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ગોયલના ઘરે સ્થાપિત ગણેશજીના દર્શન કર્યા હતા.કેરળ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી રાષ્ટ્રીય રાજકારણમાં નવું ધ્રુવીકરણ કરી રહી છે. કેટલાક રાજકીય પક્ષો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર જ દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW