મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી પાસેનો ડેમ હાલ તેની સંગ્રહ ક્ષમતાના 90 ટકા કરતા પણ વધુ માત્રામાં ભરાયો છે.બંગાવડી ડેમની કુલ સપાટીના 113 એમસીએફટી જેટલો ભરાઈ ગયો છે તેમજ ઉપરવાસથી નર્મદાના નીરની 134.16ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેના કારણે આગામી કલાકોમાં ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે જેના કારણે હાલ બંગાવડી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીમ્બડી તેમજ રસનાલ એમ ત્રણ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં નદીના પટ્ટમાં અવર જવર ન કરવા તેમજ જો પાલતું પશુઓ નદી પટની આસપાસ હોય તો તેને સુરક્ષિત સ્થળે ખસેડવા સુચના આપવામાં આવી છે.

