મહારાષ્ટ્રની જેમ સમગ્ર ગુજરાતમાં પણ ધામધૂમથી ગણપતિબાપાનું આગમન કરવામાં આવી રહ્યું છે. મહાનગરમાં પંડાલમાં ગણેશ આવવાના શરૂ થઈ ગયા છે. પણ સુરતમાં ગણપતિના આગમન વખતે અનિચ્છનીય ઘટના બની છે. ગણપતિના આગમન વખતે ઘણા લોકો સ્ટંટ કરતા હોય છે. આ સ્ટંટ કરનારા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.
ઘટના સામે આવતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. યુવાનને ફાયર સ્ટંટ કરવું જીવ સામે જોખમ સમાન બની રહ્યું હતું. જ્યારે યુવાન દીવાસળીથી ફાયર કરવા ગયો ત્યારે અચાનક આગથી એનું શરીર ચપેટમાં આવી ગયું હતું. આસપાસ રહેલા યુવાને એનું ટી શર્ટ કાઢીને એને બચાવવા અને આગ ઠારવા માટે પ્રયાસ કર્યો હતો. આગમાં દાઝી જવાને કારણે યુવાનને સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે આ ઘટના બની ત્યારે ઢોલ નગારા વાગતા હતા. આ વીડિયો સામે આવતા ભલભલા લોકોના રૂંવાડા ઊભા થઈ જાય એવી આ ઘટના છે