HomeGujaratSaurashtra Kutchhટંકારાના મિતાણા પડધરી રોડ પર રબ્બરની ફેકટરીમાં વિકરાળ આગ

ટંકારાના મિતાણા પડધરી રોડ પર રબ્બરની ફેકટરીમાં વિકરાળ આગ

કલાકોની જહેમત બાદ મોરબી અને રાજકોટના ફાયરફાયટરોએ આગને કાબુમાં લીધી

ટંકારા તાલુકાના મિતાણાથી પડધરી જવાના રોડ ઉપર ધ્રોલિયા ગામ નજીક આવેલ રબ્બરની ફેકટરીમાં રો મટીરીયલના જથ્થામાં આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી જેથી મોરબી અને રાજકોટ ફાયરબ્રિગેડની ટીમે બે ફાયર ફાયટરો મારફત સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે આ બનાવમાં કોઈ જાનહાની ન થઈ હોવાની માહિતી મળી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામથી પડધરી જવાના રોડ ઉપર ધ્રોલિયા ગામ નજીક આવેલ ગ્રીનેસ્ટા રબ્બર એલએલપી નામની ફેકટરીમાં આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં રબ્બરના રો મટિરિયલના જથ્થામાં આગ લાગતા થોડા સમયમાં જ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવ અંગે ફાયરબ્રિગેડ તંત્રને જાણ કરવામાં આવતા મોરબી અને રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે ફાયર ફાયટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આશરે છ કલાક બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની માહિતી ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW