HomeGujaratમોરબીનું રિલાયન્સ શોપિંગ સેન્ટર જર્જરિત,અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતા ભાડુઆત...

મોરબીનું રિલાયન્સ શોપિંગ સેન્ટર જર્જરિત,અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતા ભાડુઆત નારાજ

મોરબીના ગાંધી ચોક પાસે વાંદરીવાળી શેરીમાં આવેલ રિલાયન્સ શોપિંગ સેન્ટર વર્ષો જુનું હોય અને તેની મોટાભાગની દુકાનો ભાડાથી આપાયેલ છે આ બીલ્ડીંગ એટલી હદે જુનું અને જર્જરિત થઈ ચુક્યું છે કે દુકાનદાર પણ અંદર જતા દરે છે બિલ્ડીંગની છત પરથી અવાર નવાર મસમોટા ગાબડા પડે છે આ બિલ્ડીંગ એટલી હદે જર્જરિત થઇ ચુક્યું છે કે જો વહેલી તકે આ બિલ્ડીંગને પાડવામાં નહી આવે તો કોઈ નિર્દોષ ભાડુઆત અથવા ત્યાં આવતા જતા ગ્રાહકો નો ભોગ લેવાઈ જશે આ ઈમારત નું રીપેરીંગ કામ કરવા ભાડુઆત દ્વારા અનેક વખતે તેના માલિકોને જાણ કરી હોવા છતાં તેણે કોઈ નક્કર પગલા લીધા નથી આ ઉપરાંત વેપારી દ્વારા પણ એક વર્ષ કરતા પણ વધારે સમય પહેલા પાલિકામાં લેખિત રજૂઆત કરતા પાલિકા દ્વારા ત્રણ નોટીસ આપી ઈમારત દુર કરવા સુચના આપવામાં આવી હતી જોકે દુકાનદાર પાલિકાની નોટિસને ઘોડીને પી ગયો હતો આ ઉપરાંત કલેકટર દ્વારા પણ આ બાબતે મોરબી શહેર મામલતદાર અને ચીફ ઓફિસરને પત્ર લખી વેપારી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે મુજબ બિલ્ડીંગ વહેલી તકે ઉતરવી વેપારી ઓ તેમજ ત્યાંથી આવતા જતા ગ્રાહકો તેમજ વાહન ચલ્કોઈ સુરક્ષા ને ધ્યાને લઇ યોગ્ય પગલા લેવા આદેશ કરાયો હતો જોકે આ આદેશને પણ એક વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જે બાદ વેપારીઓ દ્વારા સીએમને પણ ઓનલાઇન ફરિયાદ કરી અને ત્યાંથી મોરબી જીલ્લાના વહીવટી તંત્રને આ બાબતે કડક પગલા લેવા સુચના આપી હોવા છતાં આજ દિન સુધી આ બજર્જરિત બિલ્ડીંગનો દુર કરી તેમના પ્રશ્નનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW