મોરબીના નાની વાવડી ગામમાં જુગાર ધામ ચાલતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા નિતીનભાઇ ખીમજીભાઇ વરમોરા, વિશાલભાઇ હરેશભાઇ અગ્રાવત, વિજયભાઇ રેવાદાસભાઇ રામાવત
સંજયભાઇ મગનભાઇ ગૌસ્વામી સંજયભાઇ ગોરધનભાઇ કુંઢીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 21,750 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.
મોરબીના ત્રાજપર ગામના ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો અને મનસુખભાઇ અંબારામભાઇ દેત્રોજા , ભાવીનભાઇ ચંદુલાલ વાઘેલા, અર્શદ લશ્કરી દેવજીભાઇ જીવણભાઇ બાવરવા, દિનેશભાઇ રામજીભાઇ પાટડીયા,રમેશભાઇ પ્રભુભાઇ પાંચોટીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 8650 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો

