મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1400 પોઈન્ટના ઉછાળાથી 59371 હતો તે ઉંચામાં 59374 તથા નીચામાં 58245 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 400 પોઈન્ટના ઉછાળાથી 17712 હતો તે ઉંચામાં 17713 તથા નીચામાં 17401 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયામાં 50 પૈસાનો ધરખમ ઉછાળો નોંધાયો હતો અને 79.46 સાંપડયો હતો.
શેરબજારમાં આજે હેવીવેઈટથી માંડીને રોકડાના તમામ શેરોમાં તેજી થઈ હતી. બજાજ ફીનસર્વિસ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ વગેરેમાં ઉછાળો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનુ બન્યુ હતું. વિશ્ર્વબજારોના પ્રોત્સાહક અહેવાલોની સારી અસર હતી. વિદેશી સંસ્થાઓએ ઈકિવટી ઉપરાંત ઋણ માર્કેટમાં પણ રોકાણ કર્યુ હોવાના સંકેતોથી તેજીને ટેકો મળી ગયો હતો.વૈશ્ર્વિક અર્થતંત્રમાં ભારતનો પ્રભાવ વધતો હોય તેમ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા નંબરના ધનવાન જાહેર થયાનો સારો પ્રભાવ હતો.

