HomeGujarat9 સેકન્ડમાં ટાવર ધ્વંસ પણ કાતમાળ દૂર થતાં 3 મહિના લાગશે

9 સેકન્ડમાં ટાવર ધ્વંસ પણ કાતમાળ દૂર થતાં 3 મહિના લાગશે

બાંધકામોમાં બિલ્ડર અને અધિકારીઓથી ભ્રષ્ટાચારની વાત આ દેશમાં નવી નથી, ઈમ્પેકટ ફી ભરીને પણ ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવાની કુવ્યવસ્થા છે. પરંતુ 29 માળની નોઈડા સ્થિત ઈમારતે બાંધકામના નિયમોમાં આચરેલા ભ્રષ્ટાચારને સુપ્રીમ કોર્ટે માફી ન આપી અને આખરે ગઈકાલે દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ભ્રષ્ટાચારની ઈમારત વિસ્ફોટકોની મદદથી જમીનદોસ્ત થઈ ગઈ હતી.

માત્ર 9 સેકન્ડમાં ટવીન ટાવર પૈકી એક ટાવર 32 માળનો અને બીજો ટાવર 29 માળનો ધરાશાયી થઈ ગયો હતો. માત્ર 12 સેકન્ડમાં આ ટાવર તૂટી પડયો હતો અને બધું યોજના મુજબ વિનાવિઘ્ને કામ પાર પડયું હતું.આસપાસની સોસાયટી ખાલી કરાઈ: ટવીન ટાવર તોડી પાડવાને લઈને ખાલી કરાવાઈ હતી. આ અભિયાન પહેલા જ 6 હજાર લોકોને બીજી જગ્યાએ શિફટ કરાયા હતા. જો કે ટાવર ધ્વસ્ત થવાથી પાસેની એટીએસ વિલેજ સોસાયટીની સાઉન્ડ વોલ ધસી પડી હતી. કેટલાક ફલેટના કાચ તૂટી ગયા હતા. વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે ધૂળના ગોટા સ્થાનિક લોકો માટે મુસીબત બની શકે છે. ધૂળ અડધા કિલોમીટર સુધી ફેલાઈ હતી. ધૂળના કણોની પાંચ કિલો મીટર સુધી અસર રહેશે.

કાટમાળનો નિકાલ: આ ટવીન ટાવર ધરાશાયી થવાથી લગભગ 80 હજાર ટન કાટમાળને હટાવવામાં ત્રણ મહિના લાગશે. કાટમાળનો નિકાલ સેકટર વીના એક પ્લાન્ટમાં અને એક ગામની જમીન પર કરવામાં આવશે. એક સપ્તાહ પાંચ કિલોમીટર સુધી રહેશે ધૂળકણ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW