બોટાદના બરવાળા લઠ્ઠાકાંડમાં લુક આઉટ નોટિસ બાદ ડિરેક્ટર સમીર પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં અરજીમાં પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની દલીલ કરતા કરી હતી. જેણે કોર્ટે નકારી દીધી હતી. આ મામલે સરકારી વકીલે નિવેદન આપતા કહ્યું કે આરોપીઓને વારંવાર બોલાવાયા છતાં હાજર રહ્યાં નથી, માનવવધના ગુનાહિત કૃત્ય સહિતના ગુનામાં તપાસ ચાલુ છે.
AMOS કંપનીના MD સમીર પટેલની જામીનને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સરકારે ધારદાર રજૂઆત કરી હતી. અને કોર્ટમાં ટાંક્યું હતું કે કંપનીમાંથી સપ્લાય થતાં મિથાલઇમાં આલ્કોહોલની ઘટ હતી, ઓડિટ રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. આરોપી જયેશને કંપનીમાંથી રૂપિયા 35 લાખ મળ્યા હતા. ગંભીર ગુનાનાં આરોપીને જામીન ન આપી શકાય. બંને પક્ષની રજૂઆતો બાદ કોર્ટે જામીન અરજી પર વધુ સુનાવણી ટાળી સમય આપ્યો હતો.
બોટાદના બરવાળા કેમિકલ કાંડ મામલે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાંથી કંપનીના 2 ડાયરેક્ટરોને કોર્ટે 18 ઓગસ્ટના રોજ રાહત આપી હતી. ચંદુ પટેલ અને પંકજ પટેલની વધુ ઉંમરને કારણે ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. બંન્ને ડાયરેક્ટરોએ આગોતરા જામીન માટે કરી અરજી કરી હતી. જ્યારે સમીર પટેલ અને અન્ય 1 ડાયરેક્ટરના જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

