HomeGujaratમોરબી-માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં પાક નુકશાનની સ્થિતિ જાણવા આગેવાનોએ ગામડાના પ્રવાસ શરુ કર્યા

મોરબી-માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં પાક નુકશાનની સ્થિતિ જાણવા આગેવાનોએ ગામડાના પ્રવાસ શરુ કર્યા

મોરબી અને માળિયા પંથકમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસું પાક નિષ્ફળજાય તેવી ભીતિ સેવાઈ રહી છે અનેક ગામના ખેતરમાં હજુ પણ ગોઠણ ડૂબ પાણી ભરાયેલ છે ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે ત્યારે સરકાર વહેલી તકે વળતર ચુકવે તે જરૂરી બન્યું છે ત્યારે મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને કોંગ્રેસ આગેવાન કે.ડી. બાવરવા દ્વારા નક્કી કર્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ શરુ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની અતિવૃષ્ટિથી થયેલ નુકશાનની જાત માહિતી મેળવી હતી. ખેતીમાં નુકશાની થયેલા ખેડૂત ખાતેદારોની નુકશાનીની માહિતી સાથેના અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવેલ. આ માટે તરઘરી, ચાચાવદરડા, નાનાદહીંસરા, ખીરસરા, મોટા દહીંસરા, સરવડ, મોટા ભેલા, ભાવપર, બગસરા, નાના ભેલા વિગેરે ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ખેડૂતો દ્વારા પોતાની વ્યથા ઠાલવવામાં આવેલ હતી. આજ રીતે અન્ય ગામોનો પ્રવાસ પણ કરવામાં આવનાર છે. દરેક ગામોના ખેતીમાં નુકશાની થયેલ ખેડૂતોના ભરેલા અરજી ફોર્મ સરકારમાં રજુ કરીને સરકાર ખેડૂતોને વહેલી તકે ન્યાય આપે એ માટે રજૂઆત કરવામાં આવશે તેમ કોંગ્રેસ અગ્રણી કે ડી બાવરવા એ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW