HomeGujaratમોરબીમાં બિસ્નોઈ ગેંગના નામે ખંડણી માગવાના કેસમાં ઝડપાયેલ શખ્સની જામીન અરજી ફગાવી

મોરબીમાં બિસ્નોઈ ગેંગના નામે ખંડણી માગવાના કેસમાં ઝડપાયેલ શખ્સની જામીન અરજી ફગાવી

મોરબીના ઉધોગપતિ પાસે બિસ્નોઈ ગેંગના નામે એક શખ્સે ફોન પર 25 લાખની ખંડણી માગી હતી આ ઘટનામાં મોરબી પોલીસ મૂળ બિહારના વતની અને અમદાવાદમાં રહેતા અમરુલ્લા મોમ્તાઝ અંસારી નામના શખ્સને ઝડપીલીધો હતો અને મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો.

આ ઘટનામાં આરોપી અમરૂલ્લાએ મોરબી કોર્ટમાં જામીન અરજી હતી આ જામીન અરજી સેકન્ડ એડીશનલ સેસન્સ જજની કોર્ટમાં જતા ગત 24મી મેજીસ્ટ્રેટ દ્વારા સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બચાવ પક્ષે દલીલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેમનો અસીલ ગુનામાં સીધી રીતે સંડોવાયેલ ન હોય તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાની દલીલ કરી હતી તેમજ કોર્ટ જયારે આદેશ કરશે તે સમયે હાજર રહેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો બીજી તરફ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીને જામીન આપવામાં આવશે તો તે ફરીયાદી તેમજ સાહેદને ધમકાવી શકે છે જેથી તેના જામીન ન આપવા જોઈએ બન્ને પક્ષની દલીલ આધારે મેજીસ્ટ્રેટ વિરાટ અશોક બુધ્ધ દ્વારા આરોપીની જામીન અરજી ફગાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW