HomeGujaratCentral Gujaratરાજ્ય વેરા વિભાગની 32 શહેરના 101 પેટ્રોલ પમ્પ પર દરોડા, સ્થળ પર...

રાજ્ય વેરા વિભાગની 32 શહેરના 101 પેટ્રોલ પમ્પ પર દરોડા, સ્થળ પર જ રૂ 6.01 કરોડની વસુલાત

રાજ્યના વેરા વિભાગ દ્વારા કરવામાં આવેલ સીસ્ટમ બેઝ એનાલીસીસમાં ધ્યાનમાં આવેલ કે રાજ્યના અલગ અલગ શહેરના પેટ્રોલ પમ્પના સંચાલકો દ્વારા ભરવાના થતા વેરા યોગ્ય રીતે ભરપાઈ કરવામાં આવતા ન હોય જેથી સમગ્ર ગુજરાત ખાતેના 32 શહેરના 101 જેટલા પેટ્રોલ પમ્પ ઉપર ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પેટ્રોલ પમ્પના કિસ્સામાં સમયાંતરે રીટેઈલ સેલ્સ પ્રાઈઝમાં ફેરફાર થતા હોય છે જે મુજબ પેટ્રોલ પમ્પ સંચાલકોએ વેરાકીય જવાબદારી અદા કરવાની હોય છે જેમાં મોટાભાગના સંચાલકો દ્વારા રીટેઈલ સેલ્સ પ્રાઈઝમાં થતા ફેરફાર મુજબ વેરાકીય જવાબદારી અદા કરવામાં ન આવેલ હોવાનું ધ્યાને આવતા ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન વિસંગતતાઓ સબબ કુલ રૂ 22.61 કરોડનુ વેરો બાકી હોવાનું સામે આવ્યું હતું જે પૈકી રૂ 6.01 કરોડની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી.જયારે બાકી વેરાની સલામતી માટે મિલકત કામચલાઉ રીતે સીઝ કરવામાં આવી હતી.આ કેસ પૈકીના કેટલાક કેસમાં હિસાબી સાહિત્ય ડેટા કબજે કરવામાં આવ્યા છે.જેની ચકાસણી કરવામાં આવશે અને વેરાની રકમમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં શહેરમાં કેટલા પેટ્રોલ પમ્પ પર દરોડાની કાર્યવાહી ?

અમદાવાદ 14 ,સાબરકાંઠા 11 ,બનાસકાંઠા 07 ,કચ્છ 06,અમરેલી 05,સુરેન્દ્રનગર 05,વડોદરા 05,દાહોદ 04, ગાંધીનગર 04, ખેડા 04, આણંદ 03, ભરૂચ 03, પાટણ 03, વલસાડ 03, ભાવનગર 02, ગોધરા 02, જામનગર 02, જૂનાગઢ 02, સુરત 02, વિસનગર 02, ભુજ 01, ડાંગ 01, ડીસા 01, મહેસાણા 01, એમ કુલ મળી 101 જેટલા પેટ્રોલ પંપ પર આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW