HomeGujaratટંકારામાં 8 વર્ષ પહેલા રૂ.13.80 લાખની ચોરી કરનાર આરોપીની જામીન અરજી ફગાવતી...

ટંકારામાં 8 વર્ષ પહેલા રૂ.13.80 લાખની ચોરી કરનાર આરોપીની જામીન અરજી ફગાવતી મોરબી કોર્ટ

ટંકારા પોલીસ મથકમાં વર્ષ 2014માં એક ઘરના તાળા તોડી તસ્કરો રૂ 13.80 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ નોધાઇ હતી આ બનાવમાં મોરબી જિલ્લા પોલીસે નગરસિંહ ઉર્ફે નગરૂ ઉર્ફે નોઘરું કલમસિંહ અજ્નાર નામના શખ્સને ઝડપી જેલ હવાલે કર્યો હતો જેલમાં બંધ આરોપીએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં તેમના વકીલ કે એ ભટ્ટ દ્વારા દલીલ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના અસીલ દ્વારા ચોરી કરવામાં આવેલ નથી પરંતુ તેમને ખોટી રીતે ફસાવી દેવાયો છે તેમની પાસેથી ચોરીનો કોઈ સામાન કે હથીયાર પણ મળી આવેલ નથી ફરિયાદમાં પણ તેમનું નામ નથી કોર્ટમાં લાંબો સમય ટ્રાયલ ચાલે તેવી સંભાવના હોવાથી તેમને જામીન આપવામાં આવે તેમના અસીલ નિયમિત કોર્ટમાં હાજરી આપવાની બાહેંધરી પણ આપી હતી

આ કેસમાં સામે પક્ષે સરકારી વકીલ દ્વારા જામીન અરજી નામંજૂર કરવાની માગ કરતા દલીલ કરી હતી કે આરોપી સામે 2014માં ગુન્હો દાખલ થયો હતો અને આરોપી 2022માં મળ્યો હતો આ શખ્સ ચોરીની ટેવ વાળો હોય અને જામીન આપવામાં આવશે તો આરોપી ફરાર થઇ જશે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી

બન્ને પક્ષની દલીલ આધારે મેજીસ્ટ્રેટ પીનાકીન ચંદ્રકાંત જોશીએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW