HomeGujaratઅદાણી ગ્રૂપની પેટાકંપની MMG મીડિયા નેટવર્ક લિ.એ NDTVમાં 29.18% હિસ્સો

અદાણી ગ્રૂપની પેટાકંપની MMG મીડિયા નેટવર્ક લિ.એ NDTVમાં 29.18% હિસ્સો

NDTV એ અગ્રણી મીડિયા હાઉસ છે જેણે ત્રણ દાયકાથી વધુ સમયથી વિશ્વસનીય સમાચારોની ડિલિવરીમાં પહેલ કરી છે. કંપની ત્રણ રાષ્ટ્રીય સમાચાર ચેનલોનું સંચાલન કરે છે – NDTV 24×7, NDTV India અને NDTV પ્રોફિટ.અદાણી ગ્રુપ NDTV મીડિયા ગ્રુપમાં 29.18% હિસ્સો ખરીદશે. અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુગલિયાએ લેટર જાહેર કરી જણાવ્યું કે NDTV ભારતની ત્રણ સૌથી મોટી ચેનલ્સમાંથી એક છે, જે ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પોપ્યુલર છે.

બ્લૂમબર્ગ દ્વારા મેળવવામાં આવેલા ડેટા મુજબ ગત વર્ષે અદાણી ગ્રુપે 1.31 લાખ કરોડ રૂપિયામાં 32થી વધુ ડીલ કરી છે. હવે આ ગ્રુપ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સૌથી વધુ ડીલ કરનાર ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. આ પહેલાં 16 મે 2022નાં રોજ અદાણી ગ્રુપે ક્વિન્ટ મીડિયામાં 49%ની ભાગીદારી ખરીદી હતી. જ્યારે વાત એ પણ સાચી છે કે રિલાયન્સ ન્યુઝ 18માં ભાગીદાર છે. છેલ્લા ઘણા સમયથી અદાણી પણ મીડિયામાં સક્રિય થાય છે એવા વાવડ હતા

એશિયાના પ્રથમ અને વિશ્વના ચોથા ધનિક ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપ NDTVમાં 29.18 ટકાનો હિસ્સો ખરીદશે તેવા અહેવાલ આજે પ્રકાશમાં આવ્યો હતો ત્યારે હવે આ મામલે ગણતરીના કલાકોમાં એનડીટીવીના સીઈઓએ ખુલાસો કર્યો છે કે, આ અંગે અમને કોઈ જાણકારી તેમજ વાતચીત પણ કરવામાં આવી નથી. એટલું જ નહીં CEOએ પણ આ મામલે નિયમનકારી અને કાયદાકીય પગલાં લેવાની વાત કરી છે. નોંધનીય છે કે, પ્રણોય રોય અને રાધિકા રોય એનડીટીવીમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. બંનેનો ગ્રુપમાં 32.26% હિસ્સો છે.CEOએ કહ્યું, “આ ઘટના પ્રણય રોય અને રાધિકા રોય માટે સંપૂર્ણપણે અનપેક્ષિત છે. NDTVએ તાજેતરમાં સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે અમે અમારા ફાઉન્ડર્સ ગ્રુપમાં કેટલાક ફેરફારો કર્યા છે. એક ટ્રાન્ઝેક્શનને બાદ કરતાં, NDTVના હિસ્સાને અસર કરે તેવી કોઈ ચર્ચા થઈ નથી. VCPLએ RRPRH હસ્તગત કરી છે જે પ્રણોય રોય અને રાધિકા રોયની માલિકીની કંપની છે.”

એએમજી મિડીયા નેટવર્કસ લિ.ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ પ્રા.લિ. આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા.લિ.(RRPR)ના વોરંટ છે જેના પગલે તે RRPRમાં ૯૯.૯૯% હિસ્સો રૂપાંતરિત કરવા માટે હકદાર છે. VCPLએ આરઆરપીઆરમાં ૯૯.૫% હિસ્સો હસ્તગત કરવા માટે વોરંટનો ઉપયોગ કર્યો છે. વોરન્ટનો અર્થ એક ફાયનાન્સિયલ કોન્ટ્રાક્ટ છે જે એક્સપાયરેશનથી પહેલાં એક નિશ્ચિત કિંમત પર ઈક્વિટી ખરીદવા કે વેચવાનો અધિકાર આપે છે.એનડીટીવીની પ્રમોટર ગ્રૂપ કંપની આરઆરપીઆર છે અને એનડીટીવીમાં ૨૯.૧૮% હિસ્સો ધરાવે છે. VCPL, AMNL અને AELની સાથે, NDTVમાં 294 રૂપિયા પ્રતિ શેર પર 26% ભાગીદારી મેળવવા માટે ઓપન ઓફર લોન્ચ કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW