રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, રાઈડ સંચાલકની સમય સુચકતા કારણે તાત્કાલિક રાઈડ બંધ કરી યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
રાઇડમાં બેસતા સમયે દરેક લોકોએ આ પરથી શીખ મેળવવાની જરૂર છે. રાઇડમાં બેસ્ટ સમયે રાઇડમાં સંચાલકોની સૂચના મુજબ વ્યવસ્થિત રીતે બેસી રાઈડની મજા માણવી જોઈએ. જો આ દરમિયાન મજાક મસ્તી કરીએ અથવા વ્યવસ્થિત ન બેસીએ તો દુર્ઘટના જરૂરથી સર્જાઈ શકે છે અને તેમાં કદાચ મજાની સજા સમાન જીવ ગુમાવવાનો પણ વખત આવી શકે છે.
બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની મજા માનતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

