રાજસ્થાનના જાલોર જિલ્લાની સાયલા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના ઈન્દ્ર દેવરામ ને અલગ રાખેલા પાણીના મટકા માંથી તરસ છીપાવવા પાણી પીવા માત્રથી સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક અને શિક્ષકે બેરહેમી પૂર્વક માર મારતાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
એક તરફ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં એક માસુમ બાળક ઈન્દ્ર મેઘવાળને તેની જ શાળાના આચાર્યએ કાનભાગે ફડાકામારતા તેનું મોત થયું હતું બાળકનો ગુનો માત્ર એટલો જ હતો કે તે નીચી જ્ઞાતિનો હતો અને તેણે કથીત રીતે ઉચ્ચ જ્ઞાતિના આચાર્યના મટકામાંથી પાણી પીધું જાતિવાદના ઝેરી સાંપને તાકીદે નાથવાની મસમોટી વાતો કરતા સમાજ માં જયારે શીક્ષક જ જ્ઞાતિ ભેદભાવ ધરાવતા હોય તો સામાન્ય લોકો કેવી રીતે બહાર આવશે તે એક સવાલ છે ત્યારે આવી ઘટના ફરી ન બને કોઈ પણ રાજ્ય કે કેન્દ્રની સરકાર હોય તમામને ચેતવણી આપતા બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા મામલતદારને આવેદન આપી ચિમકી આપેલ છે.અને સાથે ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી અપીલ કરેલ છે.ગરીબ, પીડીત, દલિત,શોષિત અને વંચિતના હક્ક અધિકારની વાત કરતા બહુજન સમાજ પાર્ટીના આગેવાનો હેમંતભાઇ ચાવડા ટંકારા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલીપભાઇ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, હસમુખ પડાયા, જીવરાજભાઈ, નરેન્દ્રભાઈ, દેવજીભાઈ તેમજ બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતાં
રાજસ્થાનમાં બાળકની હત્યા કરનાર આરોપી આચાર્યને કડક સજા આપવા માગ.
RELATED ARTICLES

