HomeGujaratટંકારા: છતર ગામની GIDCની પડતર જગ્યામાં છુપાવેલ 2100 બોટલ દારૂ સાથે 4...

ટંકારા: છતર ગામની GIDCની પડતર જગ્યામાં છુપાવેલ 2100 બોટલ દારૂ સાથે 4 ઝડપાયા

ટંકારા છતર ગામની જીઆઈડીસી પાછળના ભાગે પડતર જમીનમાં છુપાવેલ દારૂનું રાખી કટિંગ ચાલુ હોવાની પોલીસને બાતમી મળી હતી.જેના આધારે પોલીસે દરોડો પાળ્યો હતો અને સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૭૬ કીમત રૂ ૨,૯૯,૫૨૦ અને ઈંગ્લીશ દારૂની અન્ય બ્રાંડની બોટલ નંગ ૨૫૨ કીમત રૂ ૧,૦૦,૮૦૦ તેમજ અન્ય બ્રાંડની બોટલ નંગ ૧૨૭૨ કીમત રૂ ૪,૭૭,૦૦૦ મળીને કુલ બોટલ નંગ ૨૧૦૦ કીમત રૂ ૮,૭૭,૩૨૦ નો દારૂનો જથ્થો મળી આવતા દારૂ અને મહિન્દ્રા કાર જીજે ૨૪ એએફ ૫૬૭૯ કીમત રૂ ૩ લાખ તેમજ ચાર મોબાઈલ કીમત રૂ ૧૫૦૦૦ સહીત કુલ રૂ ૧૨,૯૨,૩૨૦ નો મુદામાલ જપ્ત જપ્ત કર્યો છે

 સાથે સાથે દારૂના કટીંગ સાથે જોડાયેલા આરોપી અમરશી સુજાભાઇ એવારીયા રહે ગાંધીધામ, કમલેશ બાબુલાલ કારેલીયા રહે હડાળા તા. રાજકોટ, અશ્વિન દશરથભાઈ રૂદાતળા રહે હડાળા તા. રાજકોટ અને મયુર રણછોડભાઈ મકવાણા રહે હડાળા રાજકોટ વાળાને ઝડપી લીધા હતા

આરોપીઓની પૂછપરછમાં અન્ય આરોપી ક્રિપાલસિંહ જાડેજા રહે પીઠડ તા. જોડિયા અને નરેશ ભગવાનદાસ સાધુ ઉર્ફે સાધુરામ રહે વાઢીયાવાસ ભચાઉ વાળાનું પણ નામ ખુલતા તમામ ઝડપાયેલ આરોપીઓ તેમજ બીજા 2 આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW