HomeGujaratપાગલ પ્રેમી: ખેડાના માતરમાં જાહેરમાં યુવતીની હત્યા

પાગલ પ્રેમી: ખેડાના માતરમાં જાહેરમાં યુવતીની હત્યા

રાજ્યમાં વધુ એક ગ્રીષ્માંનો ભોગ લેવાયો છે. જેમાં એક તરફી પ્રેમમાં અંધ વ્યક્તિ એ યુવતીનું ગળું કાપી નાખ્યું. ખેડાના માતરના ત્રાજમાં એકતરફી પ્રેમમાં પડેલા શખ્સે કિશોરીને જાહેરમાં પતાવી દીધી હતી. માતરના ત્રાજ વિસ્તારમાં કિશોરી બહેનપણીઓ સાથે મંદિરે દર્શન કરવા આવી હતી. એ સમય આ ઘટના બની છે. જ્યારે એ દર્શન કરીને પરત ઘરે ફરતી વખતે તે કોલ્ડ્રિંક્સ લેવા માટે ઉભી રહી હતી. એ વખતે એકતરફી પ્રેમમાં પડેલો રાક્ષસ ત્યાં આવી પહોંચ્યો અને છરીના ઘા મારી દીધા

જાહેરમાં સજા કરવા માંગ: કોઇ કંઇ સમજે એ પહેલા જ છરીથી કિશોરી પર તૂટી પડ્યો હતો. કિશોરીનું ગળું કાપ્યા બાદ હાથના ભાગે પણ છરી મારી દીધી. યુવતીને કોઈ સારવાર મળે એ પહેલાજ કિશોરીનું મોત નીપજ્યું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ હત્યારાને જાહેરમાં સજા થાય એવી માગ કરી રહ્યાં છે. આવી આરોપીએ કેમ કર્યું આ પાછળનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે.

શું કહે છે પોલીસ; જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું છે કે, માતરના ત્રાજ ગામનો રાજુ ઉર્ફે રાજેશ પટેલે કાગળ કાપવાના કટરથી કૃપાને ગળાના ભાગેથી રહેંસી નાખી. હાથના ભાગે માર મારી હત્યા કરી છે. આરોપી રાજુ ઉર્ફે રાજેશ પટેલની ભત્રીજી અને મૃતક કિશોરી બંને બહેનપણી હતી અને અવાર-નવાર ઘરે આવતી હતી. જે દરમિયાન સામાન્ય વાતચીત થતાં રાજેશ કિશોરીના એકતરફી પ્રેમમાં પડ્યો હતો.

ખબર પડી ગઈ: ભત્રીજી અને મૃતક કિશોરી બંને સાથે ભણતા હતા. નાનપણથી કિશોરી સાથે આરોપી પરિચયમાં હતો. પણ છેલ્લા કેટલાક સમયથી કિશોરીને રાજેશ પટેલના ખોટા ઇરાદાની જાણ થઇ ગઈ. આરોપીની ભત્રીજીના ઘરે કિશોરીએ આવવાનું બંધ કર્યું. એટલેઆરોપીને એવું લાગ્યું હતું કે તે તેને ઇગ્નોર કરી રહી છે તેથી આવેશમાં આવીને આ કૃત્યને અંજામ આપ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW