HomeGujaratપુષ્કળ વરસાદને કારણે જળાશયોમાં નવાનીર, જાણો કયા કેટલા ક્યુસેક

પુષ્કળ વરસાદને કારણે જળાશયોમાં નવાનીર, જાણો કયા કેટલા ક્યુસેક

રાજ્યમાં પુષ્કળ વરસાદને કારણે ઉત્તર ગુજરાતના જળાશયોમાં છેલ્લા 48 કલાક દરમિયાન ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પણ તેના રુલ લેવલ પર પહોંચ્યો છે. જેથી આ પંથકના ખેડૂતો ખુશ છે. ધરોઈ ડેમના 8 દરવાજા બુધવારે ખોલવા પડે એવી સ્થિતી સર્જાઈ હતી. જ્યારે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેથી દરેક નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવાયા છે.

સિચાઈમાં રાહત: 180.75 મીટરની સંપૂર્ણ સપાટી ધરાવતા હાથમતી જળાશયમાં હાલમાં 179.81 મીટરની સપાટી સુધી પાણી ભરાયુ છે. જળાશયમાં જથ્થાની સ્થિતી 81.40 મીટર પહોંચી છે. જે ખેડૂતો માટે ખુશી જનક છે. જેના આધારે સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રવી સિઝનમાં મળી રહેતા હોય છે.

સારું એવું સ્ટોરેજ: હાલમાં 3855 ક્યુસેક નોંધાઈ રહી છે. 136.25 મીટરની સંપૂર્ણ સપાટી ધરાવતા ડેમની હાલની સ્થિતી 132.01 મીટર છે. જળાશયમાં હાલનુ સ્ટોરેજ 45.85 ટકા જેટલુ નોધાયેલુ છે.

ગુરુવારે સવાર થી ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. શ્યામળાજી પાસેનો મેશ્વો જળાશય પણ બુધવાર રાત્રી દરમિયાન છલકાઈ ગયો ગયો હતો. જ્યારે માઝૂમ ડેમ પણ બુધવારે સવારે રુલ લેવલ પર પહોંચ્યો હતો.

સરદાર ડેમ સહિત 63 જળાશયોમાં 70થી 100 ટકા, 27 જળાશયોમાં 50થી 70 ટકા 36 જળાશયોમાં 25થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW