HomeGujaratવિધાનસભા ચૂંટણી માટે આપે મુરતિયા નામ કર્યા જાહેર, વાંકાનેર વિક્રમ સુરાણીના...

વિધાનસભા ચૂંટણી માટે આપે મુરતિયા નામ કર્યા જાહેર, વાંકાનેર વિક્રમ સુરાણીના નામને મંજૂરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી સક્રિય થવા લાગી છે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ વધી ગયા છે અને ઉમેંદવારી પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ છે કોંગ્રેસમાં પણ ચૂંટણી તૈયારી તેજ થઈ ગઈ છે તો આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી મારી દેતા આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રી પાખીયોજંગ ખેલાઈ તેવી સંભાવના વધી છે. આમ આદમી પાર્ટી પણ જાણે ગંભીરતાથી આગળ વધી રહી હોય તેમ એક પછી એક પત્તા ખોલવામાં આવી રહ્યા છે. કેજરીવાલ પણ સમયાંતરે ગુજરાતનો પ્રવાસ કરી “આપ”ને ગુજરાતમાં વધુ મજબૂત બનાવવા મેહનત કરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠક માટે આપ દ્વારા અત્યારથી જ તેના ઉમેદવારની જાહેરાત કરી યુવા કોળી આગેવાનને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતની કુલ 9 બેઠકો માટે પોતાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં વાંકાનેર – કુવાડવા બેઠક પર યુવા કોળી આગેવાન વિક્રમભાઈ સોરણીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિક્રમભાઈ સોરણી અંગે મોરબી આમ આદમી પાર્ટી આપેલી વિગત મુજબ વિક્રમભાઈ સોરાણી સામાન્ય પરીવાર માંથી આવે છે. વિક્રમભાઈ નાની ઉંમરથી સામાજીક સેવા કરતાં આવ્યા છે. ગયા વર્ષે તેમના દ્વારા 555 સર્વ જ્ઞાતિ દીકરીના સમૂહ લગનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિક્રમભાઈ સોરાણી માત્ર 26 વર્ષની ઉંમરે ગુજરાત રાજ્યના કોળી સમાજના પ્રમુખ બન્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW