મોરબી શહેરમાં મંગળવારે આખી રાત વરસાદ પડ્યો હતો જેના કારણે વિવિધ વીસ્તારમાં પાણી ભરાયા હતા તો શહેરના માધાપર ગામ નજીક આવેલ અંબિકા રોડ પર મોડી રાત્રે એક જૂની પુરાણી દીવાલ ધારશાહી થઇ હતી આ ઘટનામાં એક ટ્રાન્સફોર્મર અને વીજ પોલ સહીતના નીચે પડતા સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી

ઘટનાની જાણ થતા સ્થાનીક પણ દોડી ગયા હતા અને કાટમાળ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી સ્થાનિકો આક્ષેપ કર્યો હતો કે આ દીવાલ જર્જરિત હોવાથી અમે આ બાબતે પાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ પાલિકા દ્વારા સ્થળ પરથી જોખમી દીવાલ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ છે.

