HomeGujaratટંકારાના નસીતપર પાસે આવેલ ડેમી 2 ડેમનો એક દરવાજો પાંચ ઈંચ ખોલવામાં...

ટંકારાના નસીતપર પાસે આવેલ ડેમી 2 ડેમનો એક દરવાજો પાંચ ઈંચ ખોલવામાં આવ્યો, 10 ગામોને એલર્ટ કરાયા

ટંકારા તાલુકાના ડેમી 3 ડેમને સૌની યોજના અંતર્ગત ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા ડેમી 2 ડેમમાંથી 290 કયુસેક પાણી છોડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સૂચનાને પગલે નસીતપર ખાતે આવેલ ડેમી 2 ડેમનો એક દરવાજો આજે સાંજે છ વાગ્યે 5 ઈંચ ખોલીને 290 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવામાં આવતા ડેમી 2 ડેમના હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર જયારે મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને બેલા સહિત જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા તેમજ માલ ઢોર નદીના પટ્ટથી દુર રાખવા સુચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW