HomeGujaratઆવતીકાલે અશોક ગેહલોત રાજકોટમાં, તડામાર તૈયારીઓ

આવતીકાલે અશોક ગેહલોત રાજકોટમાં, તડામાર તૈયારીઓ

સ્વાતંત્ર્ય પર્વ અને જન્માષ્ટમીનાં તહેવારોને લઈને સૌરાષ્ટ્રમાં માહોલ જામી રહયો છે ત્યારે રાજકીય પક્ષો વિધાનસભાાની ચૂંટણીને લઈને એકશનમાં આવી ગયા છે. કોંગ્રેસે પણ હવે કમર કસી છે બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ સૌરાષ્ટ્ર પર ફોકસ વધાર્યુ છે. આગામી તા. ૧૬ મીએ રાજકોટમાં દિલ્હીનાં મુખ્યપ્રધાન રાજકોટમાં કોંગી આગેવાનો સાથે બેઠક કરશે અને આપ નાં રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ મંગળવારે જ કચ્છમાં આવી રહયા છે અને ત્યાર બાદ તા. 22 મીએ ફરી સૌરાષ્ટ્રનાં દ્વારકામાં એક જાહેર સભા યોજશે.

ભુજમાં કેજરીવાલ: દરમિયાન આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે પણ સૌરાષ્ટ્રનાં પ્રવાસો વધારી દીધા છે. તેઓ ટુંક સમયમાં જ ફરી સૌરાષ્ટ્ર – કચ્છની મુલાકાતે આવી રહયા છે. આપ નાં હોદેદારોનાં જણાંવ્યા મુજબ કેજરીવાલ તા. ૧૬ મીએ ભૂજની મુલાકાતે આવી રહયા છે તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને વધુ એક ગેરન્ટી આપે તેવી શકયતા છે. કચ્છ બાદ આગામી તા. રર મીએ કેજરીવાલ ફરી યાત્રાધામ દ્વારકા આવી રહયા છે. દ્વારકામાં તેઓ એક જાહેર સભાને સંબોધન કરશે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો સક્રિય બની રહયા છે.

ગેહલોત રાજકોટમાં: આગામી સપ્તાહે બે રાજયોનાં મુખ્યમંત્રીઓ સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવી રહયા છે. ગુજરાત કોંગ્રેસનો હવાલો સંભાળનાર રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોત તા. ૧૬ મીએ સુરતથી રાજકોટ બપોર બાદ આવી રહયા છે. રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે ૩ વાગ્યે તેઓ સૌરાષ્ટ્રનાં કોંગ્રેસનાં આગેવાનો સાથે આગામી વિધાનસભાની ચૂંટણી અને ઉમેદવારોને લઈને ચર્ચા કરશે તેમ કોંગી વતુળોએ જણાંવ્યુ હતુ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW