મોરબી જીલ્લામાં એક તરફ તહેવાર નજીક આવી રહ્યા છે બીજી તરફ કોરોનાના સતત વધી રહેલા કેસ લોકોની સાથે સાથે આરોગ્ય વિભાગની પણ ચિંતાનું કારણ બની રહ્યા છે શનિવારે જીલ્લામાં કુલ 480 લોકોના rtpcr ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 8 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા આ 8 લોકો માં મોરબી શહેરના 1 જયારે ગ્રામ્ય વીસ્તાર ૩ કેસ સામે આવ્યા હતા આ ઉપરાંત વ્કાનેર હળવદ ટંકારા તેમજ માળિયામાં 1-1દર્દી કોરોના પોઝીટીવ નોધાયા હતા બીજી તરફ મોરબી જિલ્લામાં 31 દર્દી ડીસ્ચાર્જ પણ થયા હતા.31 દર્દીમાં સૌથી વધુ મોરબી ના 22 ટંકારાના 6 માળિયામાં 2 અને વાંકાનેરમાં 1- દર્દીનો સમાવેશ થાય છે મોરબી જીલ્લામાં આજદિન સુધીના એક્ટીવ કેસ 83 છે આજ દિન સુધીમાં મોરબી જીલ્લામાં 566296 દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ 11248 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10,815 દર્દી સ્વસ્થ થયા હતા જયારે 96 દર્દીના સતાવાર મોત થયા છે.

