HomeGujaratમોરબીની ગર્લ્સ હાઈસ્કુલમાં પ્રાકૃતિક ખેતીલક્ષી કોર્ષનો પ્રારંભ

મોરબીની ગર્લ્સ હાઈસ્કુલમાં પ્રાકૃતિક ખેતીલક્ષી કોર્ષનો પ્રારંભ

મોરબીની એમ.પી શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કૃષિ (પ્રાકૃતિક ખેતી)ને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ હાજર રહ્યા હતા. શાળાની વિદ્યાર્થીઓને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણને પ્રાણવાયુ એવો ઓક્સિજન પૂરું પાડીને વૃક્ષો જીવનદાતાનું કામ કરે છે. ઉપરાંત શાળાના મેદાનમાં વનરાજી ઉભી કરવા બદલ શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ગણને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળામાં કૃષિ (પ્રાકૃતિક ખેતી) અંગે વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવા બદલ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મંત્રીએ હાઈસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ તકે મંત્રી સાથે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, આર.એફ.ઓ. જયદીપસિંહ જાડેજા, અરવિંદભાઈ વાંસદડીયા તેમજ શાળાના આચાર્ય સહિત સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW