HomeNationalમહારાષ્ટ્રમાં આઈટી રેડમાં 58 કરોડ સહિત 390 કોરડની સંપતિ જપ્ત

મહારાષ્ટ્રમાં આઈટી રેડમાં 58 કરોડ સહિત 390 કોરડની સંપતિ જપ્ત

મહારાષ્ટ્રના જાલનામાં આવકવેરા વિભાગની ટીમોએ સ્ટીલ કંપનીઓ, એક કો ઓપરેટિવ બેન્ક સાથે સંકળાયેલા પદાધિકારીઓ તથા અન્ય વ્યવસાયીઓને ત્યાં પાડેલા દરોડામાં ૩૯૦ કરોડની બિનહિસાબી સંપત્તિ મળતાં ખુદ આવકવેરાની ટીમો પણ ચોંકી ગઈ હતી.

દુલ્હન હમ લે જાયેંગે: દરોડાની કોઈને ગંધ ના આવે એ માટે આવકવેરા ટીમો ‘રાહુલ વેડ્સ અંજલિ’ તથા ‘દુલ્હન હમ લેં જાયેંગે’ના સ્ટીકર લગાડેલી કારમાં દરોડા માટે પહોંચી હતી. જોકે, સ્થાનિક વિસ્તારમાં ચોમાસાંમાં કોઈ લગ્ન થતાં નથી તેવા સમયે આટલી બધી કારો ઉતરી પડતાં લોકોને થોડી વહેમ તો ગયો હતો. દરોડાની કાર્યવાહી તા. ૧થી ૮ ઓગસ્ટ વચ્ચે હાથ ધરાઈ હતી.

58 કરોડની કેશ: જાલના જેવાં પ્રમાણમાં નાના સેન્ટરમાં આટલી મોટી સંપત્તિ ઝડપાવાની તેમણે પણ ધારણા રાખી ન હતી. આવકવેરા ટીમને ૫૦-૫૦૦ રુપિયાની નોટોની થપ્પીઓ સ્વરુપે ૫૮ કરોડ તો રોકડા મળ્યા હતા. આ રોકડ ગણવા માટે નજીકની બેન્કમાં જઈ મર્યાદિત કાઉન્ટિંગ મશીનો સાથે ગણતરીમા ૧૩ કલાક લાગ્યા હતા. આ ઉપરાંત ૩૨ કિલો સોનું તથા અન્ય સંપત્તિઓની ભાળ મળી હતી.

મોટા પાયે દરોડા: મુંબઈ ઉપરાંત પુણે, નાશિક, પુણે તથા ઔરંગાબાદ સહિતના શહેરોની આઈટી કચેરીઓના ૪૦૦ જેટલા અધિકારીઓનો કાફલો પાંચ ટીમો બનાવીને ત્રાટક્યો હતો. ૨૬૦ અધ્કારી, કર્મચારી ૧૨૦ વાહનોના કાફલામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW