મોરબીના અલગ અલગ વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વિશિપરા વિસ્તારમાં આવેલ રણછોડ નગરના સાંઈબાબા મંદિર પાસે જુગાર રમતા સાજીદભાઇ ફરીદભાઇ હાજીભાઇ સુમરા, જગદીશભાઇ રાણાભાઇ ધોળકીયા, હાજીભાઇ હારૂનભાઇ ઉમરભાઇ ભટ્ટી ,સાજીદભાઇ ઓસમાણભાઇ હાસમભાઇ ગોરી હબીબભાઇ મામદભાઇ સમાણભાઇ દલને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.11540 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. બીજા એક બનાવમાં રણછોડ નગર ના સરદારજીના બંગલા પાસેથી અલીયાસભાઇ નુરમામાદભાઇ મોવર અબ્દુલભાઇ ઇકબાલભાઇ રાઠોડ, વિપુલભાઇ ચમનભાઇ આડેશરાને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી તો 2480 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ત્રીજા દરોડા માં જગદીશભાઇ ભગવતીપ્રસાદ પંડ્યા, ઇરફાન વલીમામદભાઇ કટારીયા, રહીમભાઇ કરીમભાઇ નારેજા, ફારૂક ઇશાકભાઇ શેખને ઝડપી લીધા હતા. 680રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

