મોરબીની જનતા ક્યારેય ન ભૂલી શકે તેવી ગોઝારી મચ્છુ જળ હોનારતની આજે 43મી વરસી હતી.આ વરસી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રએ મોરબી પાલિકા કચેરીથી 21 સાયરન સાથે મણી મંદિર સુધી મૌન રેલી યોજાઈ હતી.

આ રેલીમાં રાજય મંત્રી બ્રીજેશ મેરજા, સાંસદ મોહન કુંડારીયા પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ ચૂંટાયેલ સભ્યો તેમજ એસપી રાહુલ ત્રિપાઠી, પાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તેમજ પાલિકા કર્મચારિઓ અને શહેરીજનો જોડાયા હતા. મૌન રેલી પૂર્ણ થયા બાદ તમામ હાજર લોકોએ સ્મૃતિ સ્તંભમાં ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી હોનારતમાં ભોગ બનેલા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

