છેલ્લા કેટલાક સમયથી જેની આશંકા સેવાઈ રહી હતી તેવો મોટો બદલાવ બિહાર રાજનીતિમાં મંગળવારે સવારે આવ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી એનડીએ જોડાયેલ નીતીશ કુમારની પાર્ટી JDU એ હવે જુદા થવાનો નિર્ણય લીધો છે. 2020ની ચૂંટણી ભાજપ અને જેડીયુએ સાથે મળીને લડી હતી. ઓછી બેઠકો મળ્યા બાદ પણ નીતીશ કુમારને બીજેપીએ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારથીજ બન્ને દળો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. સંખ્યાબંધ મુદ્દઓ પર બન્ને પાર્ટીના નેતાઓ અલગ-અલગ નિવેદન કરતા નજરે આવી રહ્યા હતા. ત્યારે આજે બન્ને પક્ષો વચ્ચેનું ગઠબંધન તૂટ્યું છે.
બિહારમાં રાજકીય અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યાએ ટ્વિટ કરીને મોટા બદલાવની પુષ્ટી કરી દીધી છે. રોહિણી આચાર્યે ટ્વિટ કરીને લખ્યું છે કે રાજતિલકની કરો તૈયારી આવી રહ્યા છે, લાલટેન ધારી. આ ટ્વિટની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.
કોંગ્રેસ અને લેફ્ટ દળોઓ RJDના નેતા તેજસ્વી યાદવને સમર્થનનો પત્ર સોંપ્યો છે. નીતીશ કુમારે રાજ્યપાલ પાસે મળવાનો સમય પણ માંગ્યો છે. આ પહેલા નીતીશ કુમારે પટનામાં પોતાના નિવાસસ્થાન પર MLA અને સાંસદોની બેઠક બોલાવી હતી. તો બીજી તરફ RJDએ પણ પોતાના સાંસદો અને MLAની બેઠક બોલાવી હતી.કોંગ્રેસના MLA તેજસ્વી યાદવને મળવા પહોંચ્યા હતા, બીજેપી સમગ્ર મામલે હાલ મૌન ધારણ કરીને બેઠી છે. હજું ભાજપ તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા કે જવાબ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે નીતીશ કુમાર RJD સાથે નવી સરકાર રચશે
રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે જે સમય માંગ્યો હતો તેમાં ફેરફાર થયો છે. આશા છે કે રાજ્યપાલ સાથે બેઠકમાં નીતીશ કુમાર રાજીનામું આપે તેવી શક્યતા છે. અગાઉ, બપોરે એક વાગ્યે જે બેઠક હતી તે હવે સાંજે ચાર વાગ્યે યોજાશે.
મળતા અહેવાલપ્રમાણે નીતીશ કુમાપ JDU અને RJDમાં સરકાર ગઠનના ફોર્મુલા પર ચર્ચા થઈ રહી છે. RJD નેતા તેજસ્વી યાદવે ગૃહમંત્રાલયની માંગ કરી છે. તો બીજી તરફ તેજપ્રતાપને પણ સરકારમાં જગ્યા મળી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.


