HomeNationalપેટ્રોલ ડીઝલના ભાવ વધારવા કંપનીઓ પર દબાણ, નહીં મળે કોઈ જ પ્રકારની...

પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા કંપનીઓ પર દબાણ, નહીં મળે કોઈ જ પ્રકારની રાહત

દેશમાં લાંબા સમયથી પેટ્રોલ-ડિઝલના ભાવવ ધારો નહી કરીને સરકાર મોંઘવારીમાં લોકોને કદાચ રાહત મળી રહી છે પરંતુ આ રાહત કેટલી લાંબી ટકશે તે પણ પ્રશ્ર્ન છે. ઓઈલ કંપનીઓ માટે તેના બેલેન્સશીટ મુજબ પેટ્રોલ-ડિઝલમાં અન્ડર-રીકવરી વધતી જાય છે અને એપ્રિલ-જૂનના કવાટરના રીઝલ્ટમાં દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીઓને કુલ રૂપિયા.18480 કરોડની ખોટ સહન કરવી પડી છે.

મોટી ખોટ: જે કોઈપણ એક કવાટરની અત્યાર સુધીની સૌથી મોટી ખોટ છે. ઓઈલ કંપનીઓનો દાવો છે કે ક્રુડતેલની સતત ઉંચી કિંમત છતાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નહી કરાતા તેની આ ખોટ વધી રહી છે. અગાઉ આ વર્ષના પ્રારંભમાં ઉતર પ્રદેશની ચૂંટણીના કારણે 137 દિવસ સુધી પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

રાહત નહિ થાય: તબકકાવાર એક પખવાડીયા કે તેથી થોડા સમયમાં પેટ્રોલ-ડિઝલમાં પ્રતિલીટર રૂા.10 જેવો વધારો થયો પણ સરકારે એકસાઈઝમાં ઘટાડો કર્યો જેનાથી ભાવમાં લોકોને રાહત મળી પણ ઓઈલ કંપનીઓ માટે કોઈ રાહત ન હતી. હવે ક્રુડતેલ ઘટવા લાગ્યું છે અને ભારતીય બાસ્કેટમાં 90-100 ડોલર બેરલના ભાવ છે પણ રૂપિયો વધુ નબળો બન્યો છે. વ્યાજદર વધી રહ્યા છે અને સૌથી મહત્વનું ગુજરાત-હિમાચલની ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે તેથી સરકાર હજું પણ ભાવ વધારાની છૂટ આપશે નહી તેવા સંકેત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW