HomeGujaratમોરબીમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સહકારી મંડળી APMC માં ધ્વજ...

મોરબીમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સહકારી મંડળી APMC માં ધ્વજ વંદન સૂચના અપાઈ

દેશની સ્વતંત્રતાના 75 વર્ષ થવા બદલ છેલ્લા એક વર્ષથી દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આગામી  તા.13થી 15 ઓગષ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ,ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર છે.આ માટે જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબી દ્વારા સહકારી સંસ્થાઓ સાથે  વિશાળ પ્રમાણમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાગ લે તેનું આયોજન કરવામાં આવ્યુ છે. મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી. દ્વારા તેની તમામ ૩૦૦ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની મોરબી જિલ્લાની તમામ ૩૫ બ્રાન્ચ અને ૧૮૩ સેવા સહકારી મંડળીઓ પર તેમજ સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, વ્યવસ્થાપક કમીટીના સભ્યો દ્વારા પોતાની સહકારી મંડળી, પોતાના ઘર પર આ સમયગાળા દરમ્યાન રાષ્ટ્રધ્વજ લહેરાવવા સુચના આપવામાં આવી છે

આ ઉપરાંત જિલ્લાની મોરબી નાગરીક સહકારી બેન્ક લી., ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમજ અન્ય પ્રકારની સહકારી મંડળીઓ પોતાના મકાન પર તિરંગો લહેરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાની તમામ સહકારી મંડળીઓ, સહકારી મંડળીના વ્યવસ્થાપક કમીટીના સભ્યો, મંડળીના અન્ય સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, તેના બોર્ડ મેમ્બર્સ મળી વિશાળ માત્રામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવેલ છે. “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જિલ્લાની તમામ સહકારી સંસ્થા, સહકારી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW