HomeGujaratમોરબી: જિલ્લા કોરોનાના કેસનો રાફડો ફાટ્યો એક દિવસમાં 31 લોકો કોરોના પોઝીટીવ

મોરબી: જિલ્લા કોરોનાના કેસનો રાફડો ફાટ્યો એક દિવસમાં 31 લોકો કોરોના પોઝીટીવ

એક તરફ શ્રાવણ મહિનામાં રક્ષા બંધન, સાતમ આઠમના તહેવાર વધી રહ્યા છે. અને તહેવારમાં લોકો ફરવા નીકળે અને ભીડભાડ થવાની સંભાવના વધી છે તો બીજી તરફ કોરોનાએ પણ માથું ઉચક્યું છે. મોરબી જિલ્લામાં શનિવારે એક દિવસમાં એક સાથે 31 નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી હતી. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા સતાવાર જાહેર કરેલ આકડા મુજબ શનિવારે જીલ્લામાં 649 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 31 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ મોરબીતાલુકા વિસ્તારમાં 13, મોરબી શહેરી વિસ્તારમાં 9, આવ્યા હતા આ ઉપરાંત વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 1, અને ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 6 અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયો છે. તો બીજી તરફ આજે મોરબીના 7, વાંકાનેરના 2, હળવદના 3 અને ટંકારાના 2 મળી કુલ 14 દર્દી રિકવર થયા છે. આજના નવા 31 કેસ સામે 14 દર્સાદી રિકવાર થતા મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 102 પહોચી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW