મોરબી નગરપાલિકા વિસ્તારમાં શનાળા રોડ પર આવેલ સમય ગેટ પાસે રાત્રીના સમયે આસપાસની હોટેલ તેમજ લારી ગલ્લા વાળા વોકળામાં તમજ જાહેરમાં કચરો ફેકતા હોય છે.જેના કારણે વરસાદી પાણીના નિકાલનો રસ્તો બંધ થઇ જતો હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ બુધવારે મોડી રાત્રે પાલિકા ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ દ્વારા મોડી રાતે ચેકિંગ કર્યું હતું ચેકિંગ દરમીયાન કેટલાક શખ્સ કેરેટમાં જાહેરમાં કચરો ફેકતા હોવાથી પાલિકા દ્વારા આ શખ્સોને ઝડપી લીધા હતા અને તપાસ કરતા આ શખ્સો ટીપટોપ રેસ્ટોરન્ટ, પટેલ રાજા પાઉભાજી તેમજ મારવાડી પાઉભાજી એમ અલગ અલગ હોટેલ સંચા;લકોને 5000 -5000 અને તેમજ બીજા એક ધંધા દારીને રૂ 1000નો દંડ ફટકાર્યા હતો.
આ અંગે ચીફ ઓફિસર સંદિપ સિંહ ઝાલાના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા જાહેરમાં લોકો કચરો ને ફેંકે તે માટે અગાઉ જાહેર અપીલ કરી તેમને કચરો ન ફેકવા અપીલ કરી હતી.તેમ છતાં ઘણા લોકો જાહેરમાં કચરો ફેકતા હોવાથી પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આ મિલ્કત ધારકોનો સ્ટાફ જાહેરમાં કચરો ફેકતા સામે આવતા અમે મિલકત ધારકોને દંડ ફટકાર્યો હતો.પાલિકા દ્વારા આગામી દિવસમાં શનાળા રોડ પર આવેલ હોટલ અને નાસ્તાની લારી સહિતના મિલકત ધારકોની રજુઆતને ધ્યાને લઇ રાત્રીના પણ ત્રણ ટ્રેકટર મુકવામાં આવશે. અને રાત્રીના કચરા કલેકશન શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત આ કામગીરી દ્વારા કલેક્શન કરવા છતાં પણ જો હોટેલ સંચાલક દ્વારા કચરો ફેકરવામાં આવશે તો આકરો દંડ ફટકારવામાં આવશે એક વાર દંડ આવ્યા બાદ જો ફરીથી કચરો ફેકશે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે મિલકત સીલ કરવાની અને ફૂડ લાયન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

