HomeGujaratમફતની મજા સજામાં ફેરવાય, ટિકિટ વગર પ્રવાસ કરતા 96 સામે મોટો દંડ

મફતની મજા સજામાં ફેરવાય, ટિકિટ વગર પ્રવાસ કરતા 96 સામે મોટો દંડ

ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ કમાણી કરી આપતા કમાઉ દિકરા સમાન રાજકોટ એસ.ટી.ડિવિઝનની લાઇન ચેકિંગ સ્કવોડ ચેકીંગમાં નીકળી હતી. વિભાગીય નિયામક કરોતરાના આદેશથી વિવિધ રૂટની એસટી બસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા ટિકિટ લીધા વિના જ મુસાફરીની મોજ માણતા 29 મુસાફરો ઝડપાયા હતા. જે તમામ પાસેથી દંડની વસુલાત કરાઇ હતી.આ ઉપરાંત વિવિધ પ્રકારની ગેરશિસ્ત અને અનિયમિતતાના 96 કેસ કરાયા હતા.

વિશેષમાં રાજકોટ એસ.ટી.ડિવિઝન કચેરીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ વિવિધ રૂટની બસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. જેમાં કુલ ટિકિટ વગરના પાસેથી દંડ લેવાયો હતો. જયારે ત્રણ બસના કંડકટરોએ મુસાફર પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપી હોવાનું માલુમ પડતા ત્રણેયને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

હાઇવે પર ખોટો હોલ્ટ: આ ઉપરાંત હાઇવે પરની હોટેલોમાં ગેરકાનુની હોલ્ટ, બસમાં આગળ-પાછળ રૂટ બોર્ડ ન હોવું અને ડ્રાઇવર-કંડકટરએ યુનિફોર્મ પહેર્યેા ન હોય, બસ નિયત સમય કરતાં વહેલા-મોડી હોય, બસમાં અસ્વચ્છતા હોય તે સહિતની વિવિધ પ્રકારની અનિયમિતતાઓ, ગેરશિસ્ત અને ગેરરીતિ સહિતના કુલ ૯૬ કેસ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW