HomeGujaratમોરબી જીલ્લામાં બુધવારે 13 લોકો કોરોના પોઝિટિવ, 20 દર્દી થયા સ્વસ્થ

મોરબી જીલ્લામાં બુધવારે 13 લોકો કોરોના પોઝિટિવ, 20 દર્દી થયા સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને એક્ટિવ કેસનો આંકડો પણ 90 ને પાર કરી સદી તરફ વધી રહ્યો છે. મોરબી જીલ્લામાં મંગળવારે 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બુધવારે 645 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી વધુ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 13 લોકોમાં મોરબી શહેરના 9 અને ગ્રામ્ય વિસ્તારોના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જયારે ટંકારામાં પણ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ મોરબીના 12, વાંકાનેરના 2 અને હળવદના 5 જ્યારે ટંકારાના એક દર્દી મળી કુલ 20 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં ગુરુવાર સુધીમાં એક્ટિવ કેસનો આંકડો 91 સુધી પહોંચી ગયો છે. મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ જિલ્લામાં કોરોનાના પ્રથમ કેશથી લઈ આજ દિન સુધીમાં 5,61,443 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 11,115 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા જયારે તેમાંથી 10,675 દર્દી સ્વસ્થ થયા હતા તો 95 દર્દીના સતાવાર રીતે મોત થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW