HomeNationalમંકી પોકસને કારણે એક યુવાનનું મૃત્યું

મંકી પોકસને કારણે એક યુવાનનું મૃત્યું

મન્કીપૉક્સના ઇન્ફેક્શનના એક શંકાસ્પદ કેસમાં કેરલાના ગુરુવાયુર પાસે આવેલા કુરુનજીયુરના ૨૨ વર્ષના એક યુવકનું શનિવારે સવારે મૃત્યુ થયું હતું. તેનાં સેમ્પલ્સને અલપ્પુઝામાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીના યુનિટમાં ટેસ્ટ્સ માટે મોકલવામાં આવ્યાં છે. આ યુવક થોડા દિવસ પહેલાં યુએઈથી પાછો ફર્યો હતો. આ યુવાનને બીજી કોઈ ખાસ બીમારી ન હતી.

પરિવારનો ટેસ્ટ: તેને ૨૭ જુલાઈએ હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યો હતો.શનિવારે સવારે તે મૃત્યુ પામ્યો ત્યારે તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે તે યુએઈમાં મન્કીપૉક્સના એક પેશન્ટના સંપર્કમાં આવ્યો હોવાની શંકા છે. તેમણે યુએઈમાંથી તેના ફ્રેન્ડ્સ દ્વારા મોકલવામાં આવેલા એક ટેસ્ટ રિઝલ્ટ્સનો સ્ક્રીનશૉટ પણ બતાવ્યો હતો.ન્યુ યૉર્કમાં મન્કીપૉક્સનો ડરઃ પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેરન્યુ યૉર્ક શહેરમાં અધિકારીઓએ મન્કીપૉક્સના કેસ વધવાના કારણે શનિવારે પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી હતી.

એપી સેન્ટર: તેમણે આ શહેરને આ બીમારીનું એપિસેન્ટર ગણાવ્યું હતું. મેયર એરિક એડમ્સ અને હેલ્થ કમિશનર અશ્વિન વાસને કહ્યું હતું કે ન્યુ યૉર્કના ઓછામાં ઓછા દોઢ લાખ નાગરિકોને ઇન્ફેક્શનનું જોખમ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ૨૩ જુલાઈએ મન્કીપૉક્સને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી ડિક્લેર કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW