HomeGujaratમોરબી જિલ્લામાં દેશી પિસ્તોલ સાથે ફરતા 2 શખ્સ ઝડપાયા

મોરબી જિલ્લામાં દેશી પિસ્તોલ સાથે ફરતા 2 શખ્સ ઝડપાયા

આગામી મહોરમ, રક્ષાબંધન તથા જન્માષ્ટમી તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને મોરબી જીલ્લામાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે સારૂ જિલ્લમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સારી રીતે જળવાય તે માટે અગમચેતી રૂપે પગલાં ભરવા એસપીની સુચનાને પગલે એલસીબી પી.આઈ પીએસઆઇ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એલસીબી સ્ટાફને ખાનગી બાતમી મળી હતી જે મુજબ મોરબી માળીયા ને,હા.રોડ લક્ષ્મીનગર ગામ સામે ભાગ્યલક્ષ્મી હોટલ પાસે જાહેર રોડ ઉપરથી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને લક્ષ્મીનગરમાં રહતા નરસીંગ ઉર્ફે નારણ સઓ ઇડ્રેસીંગ દરીયાસીંગ ચૌહાણને વાલદેશી હાથ બનાવટની લોખંડની મેગ્ઝન વાળી રૂ.10 હજાર ની કિંમતના પીસ્તોલ સાથે ઝડપી લીધા હતા તો બીજા એક બનાવમાં માળીયા પોલીસ મથક વિસ્તારમાં ફારૂકભાઇ નૂરઅલી આમદઇ મૌવર મિયાણા રહે, માળીયા મિ. સંઘના પેટ્રોલપંપ પાસે વાળો ગે.કા.રીતે હથિયાર ધારણ કરી જાહેરમાં આટાફેરા મારતો હોવાની બાતમી મળી હતી જેના આધારે અન્વયે માળીયા નજીક આવેલ પેટ્રોલપંપ પાસે જાહેરરોડ ઉપરથી દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી રૂ 10,000 પીસ્તોલ સાથે ફારૂક નૂર અલીને ઝડપી લીધો હતો.બન્ને આરોપી વીરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW