HomeGujaratરાજ્યમંત્રી બ્રિજેશ મેરજા રવિવારે મોરબીની સ્કુલમાં અટલ ટીકરીંગ લેબનો પ્રારંભ કરાવશે

રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા રવિવારે મોરબીની સ્કુલમાં અટલ ટીકરીંગ લેબનો પ્રારંભ કરાવશે

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઇના બે દિવસના મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧ જુલાઈના રોજ સવારે ૯:૦૦ કલાકે  શ્રી મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનો શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

આ તકે મંત્રી મેરજા સાથે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, ઇન્ચાર્જ  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ. ડો. પાર્થભાઈ ભાવસાર તેમજ સરસ્વતી શિશુમંદિર-મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિર-મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠનના પ્રમુખ ડૉ. બાબુભાઈ અઘારા અને  શાળાના સંચાલકઓ, વ્યવસ્થાપક તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેશે.

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરીને શાળાને આ લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ આ શાળામાં તૈયાર થઈ ગઈ છે જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW