HomeGujaratહળવદમાં મીઠા પ્રોસેસિંગ ફેકટરીમાં દીવાલ ધસી પડવાથી 12 લોકોના મોતની ઘટનામાં મેનેજરના...

હળવદમાં મીઠા પ્રોસેસિંગ ફેકટરીમાં દીવાલ ધસી પડવાથી 12 લોકોના મોતની ઘટનામાં મેનેજરના જામીન મંજુર

મોરબી જિલ્લાના હળવદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મીઠાની ફેક્ટરીમાં મીઠાની બોરીઓ બીમ કોલમ વિનાની દિવાલ ધસી પડવાની ઘટના બની હતી આ ઘટનામાં 9 મોટી ઉમરના વ્યક્તિ 2 તરુણ બાળકો તેમજ એક બાળકકી સહીત 12 લોકોના જીવ ગયા હતા, જે તે સમયે ખુદ સીએમ ભુપેન્દ્ર પટેલ અને ,મંત્રીઓ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલી કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા હતા જે તે સમયે આ ઘટનામાં પોલીસે ફેક્ટરીના સુપરવાઈઝરથી લઇ માલિક સુધી તમામ વિરુધ્દ આઈપીસી કલમ 304,308 114 તેમજ બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ નિયમન ૧૯૮૬ અંતર્ગત ગુન્હો નોધી જેલ હવાલે કર્યા હતા આ બનાવમાં મોરબી જીલ્લામાં બંધ ફેક્ટરીના મેનેજર આત્મારામ કિશનરામ ઉર્ફે કિસનારામ ચૌધરીએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે અંગે સરકારી વકીલે દલીલ કરી હતી જેમાં આ ફેકટરીમાં ભોયતળિયા પર કોઈ પણ પ્રકારના બીમ કોલમ કે પાયા વિના જોખમી દીવાલ ઉભી કરી દીધી હતી આ દીવાલની બાજુમાં સુપરવાઈઝર દ્વારા બેદરકારી પૂર્વક દીવાલની બાજુમાં કેપેસીટી કરતા વધુ પ્રમાણમાં મીઠાની બોરીઓ રાખવામાં આવી હતી જેથી દીવાલ નમી ગઈ હતી અને ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને આ ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ જોકે બીજી તરફ બચાવ પક્ષના વકીલે તેમનો અરજદાર દીવાલ બનાવતી વખતે હાજર ન હોય તે ફેક્ટરી માલિકના આદેશથી મજુર પાસે કામ કરાવતો હતો જેથી તેમની બેદરકારી સામે આવતી નથી તેમજ આ કેસમાં કેટલાક આરોપીને હાઈકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હોય જેથી આત્મારામ ચૌધરીને જામીન આપવા માંગણી કરી હતી બન્ને પક્ષની દલીલ અને સયોગિક પુરાવા આધારે એડીશનલ સેસન્સ જજ સંગીતાબેન પીનાકીન જોષીએ આરોપીની જામીન અરજી માન્ય રાખી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW