મોરબી શહેરના નવા ડેલા રોડ વિસ્તારમાં કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારી હિરેન મનસુખલાલ કાવર સાથે મૂળ રાજસ્થાન કરોલી જિલ્લાના વતની અને મોરબીમાં રહેતા સમયસિંગ મીણા નામના શખ્સે સસ્તામાં કોસ્મેટિક ચીજ વસ્તુઓ આપવાની લાલચ આપી 17 લાખ 35 હજાર જેટલી રકમ ટુકડે ટુકડે ઓનલાઈન પેમેન્ટ કરાવી લીધું હતું જોકે ચીજ વસ્તુઓ આપી ન હતી અને અવનવા બહાના બાજી કરી હતી આ ઘટનામાં હિરેનભાઈ પોલીસ મથકે ફરિયાદ નોધાવવા ગયા ત્યારે એ ડીવીઝન પોલીસ મથકના પી આઈ મયંક પંડ્યા દ્વારા વેપારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું અને ગાળો આપી કાઢી મુક્યા હતા આઘટના બાદ ગુરુવારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાન કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને તાત્કાલિક ઘટનાની પોલીસ ફરિયાદ લેવામાં આવે તેમજ મયંક પંડ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવાની મમાંગણી કરી હતી
આ ઘટના બાદ ગણતરીની કલાકમાં પોલીસે સમય સિંગ મીણા વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી ઝડપી લેવા તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે

