HomeGujaratમોરબીમાં ટ્રાફિક જામની સમસ્યાથી બદનામ નટરાજ ફાટક ઉપર ઓવરબ્રીજને મળી તાંત્રિક મંજુરી

મોરબીમાં ટ્રાફિક જામની સમસ્યાથી બદનામ નટરાજ ફાટક ઉપર ઓવરબ્રીજને મળી તાંત્રિક મંજુરી

મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈન પર આવેલ નટરાજ ફાટક પરથી દિવસ દરમિયાન હજારો વાહન પસાર થતા હોય છે અને ફાટક અવાર નવાર બંધ થતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાતી હોય છે જેના કારણે વર્ષોથી નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માંગણી કરવામાં આવી રહી હતી ત્યારે અંતે સરકાર દ્વારા નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજ મંજુર કરી દેવામાં આવ્યો છે.

અગાઉ ઓવરબ્રિજ માટે રૂ.74.82 કરોડની અંદાજીત રકમ નક્કી કરવામાં આવી હતી અને જૂન 2021 માં આ બ્રિજ માટે રૂ.80 કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવી હતી હવે આ બ્રિજ નિર્માણની કામગીરી માટે માર્ગ મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે અને અગાઉ મંજુર થયેલ રકમમાં વધુ 9 કરોડ જેટલી રકમ ઉમેરી દેવામાં આવી છે. આગામી સમયમાં નવી રકમ સાથેની વહીવટી મંજૂરી લેવાની રહેશે તેમજ બ્રિજ માટેનો નકશો અને અગાઉની મંજૂરી અંગેના દસ્તાવેજ ગાંધીનગર ખાતેની માર્ગ મકાન વિભાગ કચેરીમાં મોકલવાના રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW