મોરબી જીલ્લામાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આજે સાંજના સમયે એક યુવતીએ મોરબીના પાડા પુલ ઉપરથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જે બનાવને પગલે બી ડિવિઝન પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવતીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પાડા પુલ ઉપરથી આજે સાંજના સમયે એક યુવતીએ છલાંગ લગાવી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોએ ફાયર ટીમ તથા પોલીસને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તથા બી ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના તરવૈયાઓએ પાણીમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી જોકે પાણીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ યુવતીના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે યુવતીએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી અને મૃતક યુવતીનું નામ રીયાબેન દિનેશભાઈ ટેકચંદાણી (ઉં.વ. 18) હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બનાવ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

